નવી દિલ્હી: કોરોના વાયરસ અને લોકડાઉનના મુદ્દે પીએમ મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. આ દરમિયાન તેમણે તમામ મુખ્યમંત્રીઓ પાસેથી આ ગંભીર મુદ્દે સૂચનો માંગ્યાં. વાતચીતમાં જો કે બધાનું ધ્યાન પીએમ મોદીના માસ્ક પર ગયું હતું. પીએમ મોદીએ માસ્ક પહેરીને બધા સાથે વાતચીત કરી હતી. હકીકતમાં તેમણે સાદા કપડાનો માસ્ક પહેરીને વાતચીત કરી અને મુખ્યમંત્રીઓને કહ્યું કે આ સમસ્યાને પહોંચી વળવા માટે સૂચનો આપો અને તેના સમાધાન માટે તેઓ ચોવીસ કલાક ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લોકોને ઘરમાં જ માસ્ક બનાવીને પહેરવાની અને પરિચિતોને ભેટ આપવાની અપીલ કરી હતી. જેના પર તેમણે પોતે આજે અમલ કર્યો. તેમણે લોકોને સલાહ આપતા કહ્યું હતું કે માસ્ક ન હોય તો આ રીતે મોઢા પર કપડું વીટી લો. આજની બેઠકમાં તેઓ પોતે આ રીતે હોમમેડ માસ્ક એટલે કે કપડું વીટાળીને બેઠેલા જોવા મળ્યાં. કોરોનાથી બચવા માટે મોઢાને કવર કરવું જરૂરી છે. આથી આ રીતેનું કોઈ કપડું, રૂમાલનો ઉપયોગ કરી શકાય છે. 


એવું કહે છે કે તેમણે હાલમાં જ પોતાના મતવિસ્તાર વારાણસીના ધારાસભ્યો, જિલ્લાધ્યક્ષ, મહાનગર અધ્યક્ષ સાથે ફોન પર લોકડાઉનની સ્થિતિ અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તમે લોકો માસ્ક પર પૈસા ખર્ચ ન કરો. તમારા ત્યાં યુપીમાં લોકો જે રીતે કપડું વીટાળીને ફરતા હોય છે તેને જ મોઢાં પર બાંધીને ઘરમાંથી બહાર નીકળો. 


અત્રે જણાવવાનું કે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની બેઠક સવારે 11 વાગે શરૂ થઈ હતી. એવા સંકેત મળી રહ્યાં છે કે કેન્દ્ર સરકાર કેટલીક છૂટછાટ સાથે દેશવ્યાપી લોકડાઉન વધારી શકે છે. પંજાબ  અને ઓડિશાએ 14 એપ્રિલ બાદ લોકડાઉનને આગળ વધારવા માટે નિર્ણય લઈ લીધો છે. 


જુઓ LIVE TV



કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યન પાસેથી વિભિન્ન પહેલુઓને લઈને વિચાર માંગ્યા છે જેમાં પૂછવામાં આવ્યું કે શું કેટલીક અન્ય શ્રેણીઓના લોકો અને સેવાઓને છૂટ આપવાની જરૂર છે. વર્તમાન લોકડાઉનમાં ફક્ત આવશ્યક સેવાઓને છૂટ અપાઈ છે. લોકડાઉન લાગુ થયા બાદ આ બીજીવાર બન્યું છે કે જ્યારે પીએમ મોદીએ આ વિષય પર મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરીને સંવાદ કર્યો. આ અગાઉ બે એપ્રિલના રોજ તેમણે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરીને લોકડાઉનને તબક્કાવાર રીતે ઉઠાવવા અંગે સૂચનો માંગ્યા છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 7447 કેસ આવ્યાં છે. જ્યારે 239 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ બુધવારે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ સહિતના વિભિન્ન રાજકીય પક્ષોના નેતાઓને કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને એકવારમાં ઉઠાવી લેવાશે નહીં. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે દરેક વ્યક્તિનું જીવન બચાવવું તે તેમની સરકારની પ્રાથમિકતા છે. 


અધિકૃત નિવેદન મુજબ વડાપ્રધાને કહ્યું હતું કે અનેક રાજ્યો, જિલ્લા પ્રશાસનો, અને વિશેષજ્ઞોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનને વધારવાનુ સૂચન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશમાં સ્થિતિ સામાજિક કટોકટી જેવી છે અને આકરા નિર્ણયો લેવાની જરૂર છે.